વેદાંતના ડિમર્જરને શેરહોલ્ડર્સ અને લેણદારોની લીલીઝંડી
વેદાંતના ડિમર્જરને શેરહોલ્ડર્સ અને લેણદારોની લીલીઝંડી
Blog Article
વેદાંતની ડિમર્જરની યોજનાને તેના શેરહોલ્ડર્સ અને લેણદારોએ ગુરુવારે મંજૂરી આપી હતી. ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના વડપણ હેઠળની આ કંપનીએ તેનું સ્વતંત્ર પાંચ કંપનીમાં વિભાજન કરવાની યોજના બનાવેલી છે.
સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં વેદાંતે જણાવ્યું હતું કે 99.99 ટકા શેરધારકોએ ડિમર્જર સ્કીમની તરફેણમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત 99.59 ટકા સિક્યોર્ડ લેણદારો અને 99.99 ટકા અનસિક્યોર્ડ લેણદારોએ પણ કંપનીની આ દરખાસ્તની તરફેણમાં મતદાન કર્યું હતું.
ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે 2023માં બિઝનેસના પુનર્ગઠનની યોજના બનાવી હતી. વેદાંતનું વિભાજન પાંચ કંપનીઓમાં કરવામાં આવશે. વેદાંત લિમિટેડ બેઝ મેટલનો બિઝનેસ કરશે. આ ઉપરાંત વેદાંત એલ્યુમિનિયમ, વેદાંત ઓઇલ એન્ડ ગેસ, વેદાંત પાવર, વેદાંત આયર્ન એન્ડ સ્ટીલનું પણ સર્જન કરાશે. વેદાંતની ડિમર્જર સ્કીમ મુજબ ડિમર્જરને પગલે વૈશ્વિક સ્તરની પાંચ સ્વતંત્ર કંપનીઓનું નિર્માણ થશે